ટ્રમ્પ પ્રશાસનની મોટી કાર્યવાહી, હવે ગર્ભવતી મહિલાઓને નહીં મળે વિઝા, જાણો વિગતવાર
ગર્ભવતી મહિલાઓને અમેરિકા આવતી રોકવાનું પ્લાનિંગ તો પહેલેથી જ ચાલતુ હતું પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને તેને અમલીકરણનો જામો પહેરાવી દીધો છે. અમેરિકાની સરકારે જાહેર કરી દીધુ છે કે બીજા દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓને ટેમ્પરરી વિઝા (B-1/B-2) વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકામાં `બર્થ ટુરિઝમ` પર રોક લગાવવા માટે આવા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે.
વોશિંગ્ટન: ગર્ભવતી મહિલાઓને અમેરિકા આવતી રોકવાનું પ્લાનિંગ તો પહેલેથી જ ચાલતુ હતું પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને તેને અમલીકરણનો જામો પહેરાવી દીધો છે. અમેરિકાની સરકારે જાહેર કરી દીધુ છે કે બીજા દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓને ટેમ્પરરી વિઝા (B-1/B-2) વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકામાં 'બર્થ ટુરિઝમ' પર રોક લગાવવા માટે આવા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે.
આ પ્રકારના વિઝાની હેઠળ એવી મહિલાઓ કે જ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવવા ઈચ્છતી હતી જેથી કરીને તેમના બાળકોને અમેરિકાના પાસપોર્ટ મળી જાય પરંતુ હવે અમેરિકાની સરકારના આ નિર્ણયથી એ શક્ય બનશે નહીં. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે નવા નિયમોનો સંબંધ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે છે અને તેમાં 'બર્થ ટુરિઝમ' દ્વારા અપરાધિક ગતિવિધિઓ પર રોક લગાવવાનો હેતુ પણ સામેલ છે.
પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન
ટુરિસ્ટ વિઝા પર મુસાફરી કરવી ખુબ કપરી
નવા નિયમથી પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ટુરિસ્ટ વિઝા પર મુસાફરી કરવી ખુબ કપરી રહેશે. કાયદા મુજબ ગર્ભવતી મહિલાઓએ વિઝા મેળવવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે અમેરિકા આવવા માટે તેમની પાસે કોઈ બીજુ પણ વ્યાજબી મહત્વનું કારણ છે. ટ્રમ્પ પ્રશાસન શરૂઆતથી જ ઈમીગ્રેશનના તમામ રૂપો પર પ્રતિબંધો લગાવતું રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'જન્મજાત નાગરિકતા'ના મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે.
જે હેઠળ બિન અમેરિકી નાગરિકોના બાળકોને અમેરિકામાં જન્મ લેતાની સાથે જ મળતી નાગરિકતાના અધિકાર ખતમ કરવાનું છે. રશિયા અને ચીન જેવા દેશોમાંથી અનેક મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube